"www.headteacherunionanand.org"વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ વેબસાઈટ દ્વારા વધુમાં વધુ શૈક્ષણિક માહિતી શેર કરવાનો અમારો પ્રયાસ છે.

ADD SENCE

બજેટ 2015-2016 ની હાઈલાઈટસ

  • પેન્શન ફંડમાં રોકાણ પર છૂટ, 1 લાખથી વધારીને દોઢ લાખ
  • ટ્રાન્સપોર્ટ એલાઉન્સ 800માંથી બમણું કરાઈને 1600 કરાયું
  • કુરિયર સર્વિસજિમકોમ્પ્યૂર અને લેપટોપની સુવિધા મોંઘી બનશે
  • દવાઓ થશે મોંઘી
  • સિગારેટ અને પાન-મસાલા મોંઘા બનશે
  • વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ટેક્સમાં 30 હજાર રૂ.ની છૂટછાટ
  • હેલ્થ ઇન્શ્યોરન્સ 15 હજાર રૂ.થી વધારીને 25 હજાર રૂ.
  • એક લાખ રૂ.થી વધારીની ખરીદી માટે PAN કાર્ડ જરૂરી
  • બહારનું ભોજન અને ફોન બિલ બનશે મોંઘુ
  • સર્વિસ ટેક્સ 12.36 ટકાથી વધારીને 14 ટકા
  • કેન્દ્રિય એક્સરસાઇઝ ડ્યૂટી 12.5 ટકા
  • એક હજાર રૂ.થી વધારે કિંમતના જુતાં સસ્તા થશે
  • ડોમેસ્ટિક ઇન્કમની લિમિટ પાંચ કરોડથી વધારીને 20 કરોડ રૂ. કરાઈ
  • 'ફેમાકાયદામાં થશે ફેરફાર
  • કરોડથી વધારે આવક ધરાવતી વ્યક્તિએ આપવો પડશે ટકા સરચાર્જ
  • ટેકનિકલ સર્વિસ પરનો ટેક્સ હટાવાયો
  • વેલ્થ ટેક્સ હટાવાયો
  • ટેક્સ ચોરી પર 300 ટકા પેનલ્ટી
  • ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા અઢી લાખ યથાવત રખાઈ
  • ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરીબતાવવી પડશે વિદેશી સંપત્તિ
  • વિદેશમાં કાળું ધન સંતાડવા બદલ સાત વર્ષની સજા
  • સામાન્ય પગારદારો માટે કોઈ રાહત નહીં
  • ઇન્કમ ટેક્સમાં કોઈ બદલાવ નહીં
  • કોર્પોરેટ ટેક્સ આગામી ચાર વર્ષ માટે 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો
  • ટેક્સ નીતિ સ્થિર કરવાનું આયોજન
  • સિંગાપોરની જેમ ગુજરાતમાં ફાયનાન્શિયલ સેન્ટર
  • સંરક્ષણ માટે2,46,727 રૂ.નું બજેટ
  • શહેરી વિકાસ અને આવાસ માટે 22,704 કરોડ રૂ.નું બજેટ
  • 4173 કરોડ રૂ.ની ફાળવણી જળ સંશાધદ અને નમામિ ગંગે માટે
  • સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 33,152 કરોડ રૂ.ની ફાળવણી
  • અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ ઇસ્ટિટ્યૂટ સ્થપાશે
  • જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
  • ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
  • ધનબાદને IITનો દરજ્જો અપાશે
  • જમ્મુ-કાશ્મીરપંજાબતામિલનાડુઆસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
  • 43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
  • સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
  • 25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
  • પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
  • મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
  • ક્રેડિટ અને ડેબિટ કાર્ડને પ્રોત્સાહન આપવામં આવશે
  • કાળું નાણું રોકવા માટે કેશ ટ્રાન્ઝેક્શન ઓછું કરવામા આવશે
  • ગોલ્ડ ફંડ ઇશ્યૂ કરવામાં આવશે
  • અશોકચક્રના માર્કવાળા સરકારી ગોલ્ડ કોઈન લોન્ચ કરવામાં આવશે
  • ગોલ્ડ મોનિટાઇઝિંગ સ્કિમ શરૂ કરવામાં આવશે
  • વાયદા બજારને મજબૂત કરવાનું અને સટ્ટા બજારને રોકવાનું પ્લાનિંગ
  • ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ શરૂ કરવાનું લક્ષ્ય
  • બાળવિકાસ ફંડ માટે 1,500 કરોડ રૂ.ની જોગવાઈ
  • નાના ઉદ્યોગો માટે ઇ-બિઝ પોર્ટલની શરૂઆતમંજૂરી માટે મુશ્કેલી નહીં પડે
  • ખાનગી બંદરોને પ્રોત્સાહન અપાશે
  • બધા ભારતીયોને યુનિવર્સલ  સિક્યુરિટી આપવાની દિશામાં પ્રયાસો
  • 20 હજાર કરોડ રૂ.ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડની જાહેરાત
  • હજાર મેગાવોટના પાંચ પાવર પ્લાન્ટ સ્થપાશે
  • રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે 150 કરોડ રૂ.
  • લઘુમતીઓ માટે નવી મંઝીલ યોજનાની જાહેરાત
  • આઇટી ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સેટુ યોજના હેઠળ 1,000 કરોડ રૂ.
  • દાવો કર્યા વગરના પીપીએફ અને ઇપીએફના પૈસા ગરીબો માટેફાળવી દેવાશે
  • સિંચાઈ યોજના માટે 5,300 કરોડ રૂપિયા
  • ગરીબો માટે અટલ પેન્શન યોજના તેમજ પ્રધાનમંત્રી વીમા યોજનાની શરૂઆત કરાશે
  • મનરેગા માટે 34,699 કરોડ રૂ.ની ફાળવણી
  • નાના ઉદ્યોગો માટે વીસ હજાર કરોડ રૂ.ની જોગવાઈ
  • જન ધન યોજનાને પોસ્ટઓફિસ સાથે જોડાશે
  • દરેક ગરીબ વ્યક્તિને લાખ રૂ.નો વીમો મળશે
  • નાના અને સીમાંત ખેડૂતો પર વધારે ધ્યાન અપાશે
  • ખેડૂતોને અપાશે 8.5 લાખ કરોડ રૂ.ની લોન
  • બીજો પડકાર સરકારી ખોટ
  • દેશ માટે પહેલો પડકાર ખેતીથી ઓછી આવક
  • ગરીબો માટે ચાલતી યોજના યથાવત રહેશે
  • જરૂરિયાતવાળા લોકો સુધી ગેસ સબસિડી ડાયરેક્ટ પહોંચી રહી છે
  • એપ્રિલ, 2016થી GST લાગુ કરાશે
  • માઇક્રો ઇરિગેશન માટે 5,300 કરોડ રૂ.ની ફાળવણી 
  • ગ્રામીણ વિકાસ ફંડ માટે 25 હજાર કરોડનું ફંડ 
  • આવતા વર્ષે સાતમાં પગારપંચની જોગવાઈ લાગુ કરવામાં આવશે 
  • લાખ કિલોમીટર પાકા રસ્તા બનાવવાનું આયોજન 
  • રાજકોષી ખાધ લક્ષ્ય પ્રમાણે 4.1 ટકા રહેશે 
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણની જરૂર
  • યુવાનોને રોજગારી મળે એના પર ધ્યાન કેન્દ્રિત કરાશે 
  • જીડીપી 10 ટકાથી વધે એવો માહોલ બનાવ્યો 
  • 2022 સુધી કરીશું ગરીબી નાબૂદ
  • મોંઘવારી દર 5.1 ટકાઅમે મોંઘવારી પર કાબૂ મેળવ્યો 
  • રૂપિયો 6.4 ટકા મજબૂત થયો 
  • 2022 સુધી દરેકને મળશે પોતાનું મકાન 
  • 2022 સુધી દરેક ઘરના એક સભ્યને મળશે રોજગારી 
  • 2014-15માં પચાસ લાખ શૌચાલયો બનાવાયા, 6 કરોડ ટોઇલેટ્સ બનાવવાનું લક્ષ્ય 
  • જનધન મોબાઇલ યોજનાનો ઉપયોગ લોકો સુધી સબસિટી પહોંચાડવા માટે કરવામાં આવશે
  • DEVELOPED AND POWERED BY AMIT DABHI